Satya Tv News

‘ઓરિયા ઓફ જેકોબસ ડી વરાજિન’ નામની આ બુક પ્રમાણે રોમમાં એક પાદરી સંત હતા. આ સંતનું નામ વેલેન્ટાઈન હતું. આ સંત પ્રેમને ઘણું મહત્વ આપતા હતા. પરતું આ શહેરનાં રાજા ક્લાઉડિયસને આ બિલકુલ પસંદ ન હતું. તેમનું માનવું એવું હતું કે પ્રેમ અને લગ્નનાં કારણે પુરુષોની બુદ્ધિ ઓછી થઈ જાય છે. તેથી રાજ્યનાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શકતા ન હતા. જ્યારે આ વાતની જાણ સંત વેલેન્ટાઈનને થઈ, ત્યારે તેણે આ વાતનો વિરોધ કર્યો. આ સાથે તેણે રોમનાં લોકોને પ્રેમ માટે પ્રેરિત કર્યા. તેણે ઘણા સૈનિકોનાં લગ્ન પણ કરાવ્યા. જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેને ખૂબ ગુસ્સો આવ્યો. રાજાએ 14 ફેબ્રુઆરીનાં દિવસે સંત વેલેન્ટાઈનને ફાંસી આપી દીધી. આ ઘટના બાદ આ દિવસ વેલેન્ટાઈન ડે તરીકે એટકે કે પ્રેમનાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

error: