એક્ટ્રેસ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બોલિવુડમાં પાવર કપલ તરીકે પ્રખ્યાત છે. વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર એક્ટ્રેસે તેના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેના પતિને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી.
એક્ટ્રેસ કૃતિ ખરબંદા હાલમાં ચર્ચામાં છે. ટૂંક સમયમાં જ કૃતિ એક્ટ્રેસ પુલકિત સમ્રાટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને પુલકિત પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
અનન્યા પાંડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફૂલો અને દિલ શેપ વાળા ફુગ્ગાની તસવીર શેર કરી છે. તેમની આ તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે કે આદિત્ય રોય કપૂરે આ ફૂલો મોકલ્યા છે.
લગ્ન બાદ સની દેઓલના પુત્ર કરણ દેઓલનો આ પહેલો વેલેન્ટાઈન ડે છે. આ ખાસ અવસર પર એક્ટરે તેની પત્ની પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે અને તેને આ પ્રેમ દિવસની શુભેચ્છા પાઠવી છે.
રાજ કુન્દ્રાએ પત્ની શિલ્પા શેટ્ટી સાથેની યાદગાર પળોને કેપ્ચર કરતો રોમેન્ટિક વીડિયો મોન્ટેજ બનાવ્યો હતો. સુંદર દ્રશ્યોમાં બાઈક ચલાવતા, બીચ પર સનસેટનો આનંદ માણતા અને સ્માઈલ કરતાં, વીડિયોમાં તેમનો પ્રેમ જોવા મળે છે. રાજે તેના કેપ્શનમાં લખ્યું, “મારી રાણી, મારો પ્રેમ, મારા આત્માની સાથી… હેપ્પી વેલેન્ટાઈન ડે.