વડોદરા શહેરમાં આવેલ ગેંડા સર્કલ પાસેના નવ લારીધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી. ત્યારે પરમાર કમલેશ સામાજીક કાર્યકરની આગેવાની હેઠળ તમામ લારીઓ પર નરેન્દ્ર મોદીના બેનરો લગાવી શ્રી ફળ વધેરીને ફુલહાર ચઢાવીને ધંધા રોજગાર પુન શરુઆત કરવામાં આવી હતી. વડોદરા શહેર કોરપોરેશનના નિયમો પ્રમાણે કોઈપણ સર્કલ અથવા ચાર રસ્તા પાસે લારી ગલ્લા પથારાવાળાએ ન ઉભું રહેવું. ત્યારે ગેંડા સર્કલના-9 લારીધારકોને ઘણા વખતોથી દબાણ શાખા દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હતી. આ લારીધારકો 20 વર્ષથી લારીઓ લગાવીને પોતાનો વ્યવસાય કરી રહ્યા હતા. ગેંડા સર્કલથી 500 મીટર છોડીને ફરીથી તમામ લારીઓ પર અનોખી રીતે PM નરેન્દ્ર મોદીના બેનરો લગાવી ધંધા રોજગાર પુન શરુઆત કરી હતી.
વડોદરા શહેરના કેટલાક અધિકારીઓ મન મરજી પ્રમાણે હેરાનગતિ કરે છે. જો વડોદરા શહેરમાં અધિકારીઓને વધુ ચિંતા હોય તો સ્ટ્રીટ વેન્ડર પોલિસી અથવા લાઈસન્સની સુવિધા ઉપલબ્ધ કરે. જો આ લારીધારકોને હેરાનગતિ કરવામાં આવશે તો સામાજીક કાર્યકર, લારીધારકો સાથે તેઓના પરિવારજનો સાથે આમરણાંત ઉપવાસની ચીમકી આપી હતી.