Satya Tv News

મધ માખીઓના હુમલાઓમાં ઘવાયેલા લોકોને વાગરા પ્રાથમિક આરોગ્યમાં સારવાર આપી ભરૂચ રીફર કરાયા

કોલવણા ગામના સરપંચ ઝફર ગડીમલ તાબડતોબ વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી

આમોદ ના કોલવણા ગામે એકજ પરિવાર ના સાત લોકો પર મધ માખીઓએ હુમલો કરતા ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્તો ને વાગરા આરોગ્ય માં પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.જો કે ટૂંકી સારવાર બાદ સૌની તબિયત દુરસ્ત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ આજ રોજ સવારના દસ વાગ્યાના અરસામાં ભાઈખા પરિવારના ત્રણ બાળકો સહિત કુલ સાત લોકોને પોતાની વાડીએ ગાંડા બાવળની સાફ સફાઈ અર્થે ગયા હતા.જ્યાં જેસીબીથી સફાઈ કરતી વેળાએ બાવળ માં રહેલ ભૂરી મધનો પૂરો છંછેડાતા માંખોએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતુ.અને ત્યાં હાજર સૌ પરિવારના લોકોને માખીઓએ ડંખ મારતા નાસભાગ મચી જવા પામી હતી.સ્થળ ઉપર હાજર ત્રણ બાળકો સહિત કુલ સાત લોકો ઈજાગ્રસ્ત થતા 108 મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.ફરજ પરના ડોકટર અશરફ પટેલ તેમજ તેમની ટીમે ઈજાગ્રસ્ત (1) ઇશરત ઇકરામ ઉંમર વર્ષ 3 (૨) ઇલ્હામ ઇકરામ ઉંમર વર્ષ ૫ (૩) મોહમ્મદ અર્શ ઉંમર વર્ષ 11 (૫) રહેમતબેન ઇકરામ ઉંમર વર્ષ ૨૮ (૫) ફાતિમા સઈદ ઉંમર વર્ષ 55 (૬)મુમતાજ ઇનાયત ઉંમર વર્ષ 55 (૭) ઇનાયત ભાઇખા ઉંમર વર્ષ 55 તમામ નાઓના શરીર ઉપરથી ડંખ કાઢી પ્રાથમિક સારવાર કરી તમામને વધુ સારવાર અર્થે ભરૂચ ૧૦૮ મારફતે રિફર કર્યા હતા.બનાવ પગલે કોલવણા ગામના સરપંચ ઝફર ગડીમલ તાબડતોબ વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.જો કે તમામ ની તબિયત દુરસ્ત થતા સિવિલ હોસ્પિટલ માં થી રજા આપતા તેમના પરિવાર માં ખુશી લાગણી પ્રસરી જવા પામી હતી.

જર્નાસ્લીટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા.

error: