Satya Tv News

મોહમ્મદીના છાત્રોની દસ્તારબંદીનો કાર્યક્રમ
૩૪ તલબાઓ ને સનદ અર્પણ કરાઈ
સનદ આપવાનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ ના દયાદરા ખાતે આવેલ દારૂલ ઉલૂમ નુરે મોહમ્મદી થી ફાઝિલ,આલિમ, હાફિઝ,કારી,ઇમામ ના કોર્ષ નો અભ્યાસ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ ને સાદાતે કિરામ તેમજ ઓલમા અને મશાઈખે એઝામ ના હસ્તે દસ્તાર તથા સનદ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ માં ઉત્તર પ્રદેશના કિછોછા થી શેહઝાદએ ગાઝીએ મિલ્લત,હઝરત સૈયદ નૂરાનીમીયાં અશરફીયુલ જીલાની નાયબ સજજાદાનશીન આસ્તાનએ મોહદિશે આઝમે હિન્દ ખાસ ઉપસ્થિત રહયા હતા.જેમણે પોતાના અનોખા અંદાઝમા ઇસ્લાહી તકરીર ફરમાવી હતી.ઉપસ્થિત લોકો ને તેમણે ધાર્મિક ઉપદેશ આપતા કહ્યુ હતુ કે ઇસ્લામે બતાવેલા રસ્તા પર ચાલો અને દુનિયાવી તાલીમ ની સાથે ઇસ્લામિક તાલીમ મેળવવી આજના સાંપ્રત સમય માં ખૂબ જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે કુદરત ને રાજી કરવા ના માર્ગ ને પસંદ કરશો તો તમે દુનિયા અને આખેરત બન્ને ઝીંદગી માં જરૂર સફળતા પ્રાપ્ત કરશો.નુરાની બાવા ના હસ્તે ડીગ્રી પ્રાપ્ત કરનાર આલિમ,ફાઝીલ તેમજ કારી,ઇમામ અને હાફિઝ થનાર ભરૂચ જિલ્લા ઉપરાંત ખેડા,આણંદ, અમદાવાદ, વડોદરા, સુરત,તેમજ કચ્છ અને મુંબઇ ના ૩૪ જેટલા છાત્રો ને દસ્તાર સાથે સનદ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે અલગ અલગ જગ્યાએ થી પધારેલ સૈયદ સાદાતો એ સ્ટેજ પર બિરાજી કાર્યક્રમ ની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.દસ્તારબંદી પ્રોગ્રામ માં અનેક ગામના લોકો એ હાજર રહી ધર્મગુરુઓ ના ઉપદેશ સાંભળી ધાર્મિક જ્ઞાન મા વધારો કર્યો હતો.દસ્તાબંધી ટાણે સનદ પ્રાપ્ત કરનાર તલબાઓ અને તેમના પરિવારજનો માં ખુશહાલી જોવા મળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દયાદરા ના દારૂલ ઉલુમ ખાતે થી ધાર્મિક શિક્ષણ મેળવી અનેક છાત્રો ધાર્મિક શિક્ષણ ની સાથે સમાજ સુધારણા ના કામ ને અંજામ આપી રહયા છે.આ પ્રસંગે દયાદરા ના હઝરત સૈયદ ફરીદબાવા (સાબરી અઝીઝી),મૌલાના મુબારક અશરફી,સાદિક સાબરી દહેગામી ,દારૂલ ઉલુમ ના નાઝીમે આલા સલીમ ચીસ્તી સહિત અનેક ધાર્મિક અગ્રણીઓ ઉપરાંત સનદ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા.

error: