નેત્રંગ તાલુકા માં વધુ એક આઇશ ગર્લ્સ, નેત્રંગ ની ધ્રુવી પટેલે ૧૦મી આઈસ સ્ટોક નેશનલ સ્પોર્ટસ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ જીતી જિલ્લા સહિત પરિવાર નું નામ રોશન કરતાં ખુશી ની લાગણી પ્રસરી હતી,
કાશ્મીરની વાદીઓમાં તારીખ ૧૧ થી ૧૦મી આઈસસ્ટોક સ્પોર્ટસ નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪ યોજાઈ હતી. નેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં ભારતના ૨૦ રાજ્યો ના ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેતા આઈસ સ્ટોકમાં જુનિયર- સીનીયર વિભાગમાં ભરૂચની બે આઈસ ગર્લ દ્રષ્ટિ વસાવા તેમજ ધ્રુવી પટેલે કાઠું કાઢીને મેડલો મેળવ્યા હતા. આઈસ નેશનલ સ્પોર્ટસ ગુજરાત રાજ્ય વતીસિનિયર કેટેગરીમાં બહેનોની ટીમે સારો દેખાવ કરતા એક ગોલ્ડ, એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ નામે મેળવ્યા હતા. સિનિયર કેટેગરીની ટીમ ડિસ્ટન્સમાં દ્રષ્ટી વસાવા, નીલમ વસાવા, ખ્યાતિ ગામીત, અને ઈવા પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો, ક્રમાનુસાર ટીમ ટાર્ગેટ ઈવેન્ટમાં સિલ્વર મેડલ, અને ટીમ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
શ્રીનગરના ગુલમર્ગ ખાતે ૧૦મી આઈસસ્ટોક જુનિયર ચેમ્પીયનશીપ યોજાઈ. જેમાં ગુજરાતની ગર્લ્સ ટીમમાં નેત્રંગ તાલુકાની એમ એમ ભક્ત હાઈસ્કૂલમાં ધોરણ -૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્રુવી પ્રવિણભાઈ પટેલે ટીમ ગેમ, ટીમ ડિસ્ટન્સ અને ટીમ ટાર્ગેટ તરીકે અતિ બર્ફીલા અને સૌંદર્યથી ભરપૂર શ્રીનગરના ગુલમર્ગ ખાતે ભાગ લીધો હતો. જેમાં આ ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં બે ગોલ્ડ મેડલ એક સિલ્વર મેટલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવી દસમી રાષ્ટ્રીયચેમ્પીયનશીપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું
અત્રે ઉલ્લેખનિય છે કે, ફક્ત એક વ્યક્તિથી શરૂ થયેલી સફરમાં આજે ગુજરાતના ૩૫થી વધુ ખેલાડીઓ આ રમત સાથે સંકળાયેલા છે. પોતાના અનુભવને આગળ વપારીને સિનિયર આઈસ ગ્લશ નામના પરાવતી દ્રષ્ટિ વસાવા તેમજ ગુજરાત ટીમના કોચ વિકાસ વર્ષાએ ગુજરાત આઈસ સ્ટોક ફેડરેશના નેજા હેઠળ ખેલાડીઓને તૈયારીઓ કરાવી હતી. ઇન્ટરનેશનલ પ્લેયર દ્રષ્ટિ વસાવા અને કોચ વિકાસવર્મા એ આઈસ સ્ટોક સ્પોર્ટ્સની સમગ્ર ટીમને ટ્રેનીંગ આપી રહ્યા હતા, આ ટીમ સાથે પુરા આત્મવિશ્વાસથી રમતમાં પોતાનું કૌશલ્ય દાખવી ગુજરાત તરફથી ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં ૧ ગોલ્ડ, ૨ સિલ્વર, ૧ બોન્ડા અને ટીમ ટાર્ગેટમાં ૧ સિલ્વર, ૨ બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિઝયુઅલ ડિસ્ટન્સમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવી તમામ રાજ્યો કરતા આવ્વલ રહી હતી.ત્યારે નેત્રંગ ની ધૂર્વી પટેલ દ્વારા પોતાના આત્મ વિશ્વાસ થી રમી બ્રોઝ મેડલ જીતી જિલ્લા સહિત પરિવાર નું નામ રોશન કરતાં ખુશી ની લાગણી પ્રસરી હતી,
વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ