શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો હેતુ વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો છે. શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે તેમણે કલા, સંસ્કૃતિ અને રમતગમતમાં પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે લગભગ 10 દિવસ સુધી બેગ વગર શાળાએ જઈ શકશે.
આ સાથે જ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને સારો દેખાવ કરવાની વધુ તક આપવાનો છે. બંને પરીક્ષાઓ પછી, અંતિમ માર્કશીટ તૈયાર કરવામાં આવશે, જેમાં બંનેના સ્કોર્સ જોવામાં આવશે.
