બિહાર લખીસરાય-સિકંદરા મુખી માર્ગ પર અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. દુર્ઘટનામાં 6થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અજાણ્યા વાહને ઓટોને જોરદાર ટક્કર મારી દીધી જેનાથી ઓટોના ચીથડા ઉડી ગયા. ઘટના લખીસરાય-સિકંદરા મુખ્ય માર્ગ પર બિહરૌરા ગાંમની નજીક બની છે. ઓટોમાં કુલ 15 લોકો સવાર હતા જેમાંથી 8 લોકોના મોત થયા છે. બાકી ઘાયલોની સ્થિતિ ચિંતાજનક જણાવવામાં આવી રહી છે. ઘાયલ લોકોને સારવાર માટે પટના રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની સુચના પર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને ઘાયલોને સારવાર માટે સરદ હોસ્પિટલ મોકરવામાં આવ્યા.આ ઘટનામાં ઓટો ચાલક મનોજ કુમારનું સારવાર વખતે મોત થઈ ગયું છે. હજુ મૃતકોની ઓળખ નથી થઈ. ઘાયલોની ઓળખ થઈ ચુકી છે. ઘટના સ્થળ પર પોલીસ અને લોકોની ભીડ જામી ગઈ હતી.