વિરાટ કોહલીની ગણતરી દુનિયાના મહાન ક્રિકેટરોમાં થાય છે. તેમણે પોતાના દમ પર ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. તે વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકાવનાર બેટ્સમેન છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાશર્મા એક પુત્રના માતા-પિતા બન્યા છે. જેની જાણકારી કપલે ખુદ સોશિયલ મીડિયા પર આપી છે.વિરાટ કોહલીએ ટ્વિટ પોસ્ટમાં ચાહકોને જાણકારી આપી છે કે તે બીજી વખત પિતા બન્યો છે. પોસ્ટમાં તેમણે લખ્યું કે, ખુશી અને પ્રેમ ભરેલા દિલોની સાથે અમને એ જણાવવાની ખુશી થઈ રહી છે કે, 15 ફેબ્રુઆરીના રોજ અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે.અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ.
વિરાટ કોહલી બીજી વખત પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. ચાહકોએ તેમને શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર વિરાટના પુત્ર અકાયના નામ પર નકલી અકાઉન્ટ પણ બનવા લાગ્યું છે. આ અકાઉન્ટ અકાય કોહલીના નામ પરથી બની રહ્યા છે.