Satya Tv News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે, કોંગ્રેસ લોકશાહી પક્ષ છે. INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોંગ્રેસને ઉમેદવારી મળશે તો કોંગ્રેસ અને INDIA ગઠબંધનને જ તેનો ફાયદો થશે. કોંગ્રેસ માટે ભરૂચ જિલ્લામાં જીત મેળવવી ખૂબ જ સરળ રહેશે. AAPની તાકાત માત્ર એક વિધાનસભા સીટ પર છે. 2022માં AAPનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે, ભરૂચ બેઠક કોંગ્રેસને જવી જોઈએ. અન્યથા હું આ INDIA ગઠબંધનને સમર્થન આપીશ નહીં.લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક પરની લડાઈ તેજ બની છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. AAPએ પક્ષના ધારાસભ્ય ચૈત્રા વસાવાને આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે સ્થાનિક કોંગ્રેસ નેતા આ પ્રસ્તાવને સ્વીકારતા નથી.

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, આ કોંગ્રેસનો આંતરિક મામલો છે. હું માનું છું કે, ભરૂચ કોંગ્રેસના મોટા નેતા અહેમદ પટેલ હતા. હવે જ્યારે તેઓ નથી રહ્યા તેમની પુત્રીએ કોંગ્રેસને પ્રોજેક્ટ કરવો જોઈએ. પરંતુ કોંગ્રેસ નિશાન ચૂકી ગઈ છે. જો અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ રાષ્ટ્રીય વિચારધારા સાથે આવવા માંગે છે તો અમે તેમનું ભાજપમાં સ્વાગત કરીશું. હાલમાં ભરૂચ બેઠક પર ભાજપે વિરોધ પક્ષોના નેતાઓ માટે મંત્રણાના દરવાજા ખોલી દીધા છે.

error: