રાજસ્થાનના જાલોરમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દાઢના દુઃખાવાની સારવાર કરાવવા ગયેલી મહિલાને ડેન્ટિસ્ટે બેભાન કરવાનું ઈન્જેક્શન આપીને તેનો અશ્લીલ વીડિયો બનાવ્યો. પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે 7 વખત બળાત્કાર કર્યો.પીડિતાએ આરોપી ડૉક્ટર સુરેશ સુંગેશા સામે કેસ નોંધ્યો છે. મહિલાનો આરોપ છે કે અશ્લીલ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ડૉક્ટર વારંવાર તેને કોલ અને મેસેજ કરતો હતો. તેના ઉપરાંત આરોપી ડૉક્ટર વીડિયો કોલ કરી ધમકાવતો હતો. પતિ ઘરે ન હોય ત્યારે ઘરે પહોંચી ડૉક્ટર તેની સાથે બળાત્કાર કરતો હતો.