Satya Tv News

ચાંદીના કંદોરા સાથે એક ની ધરપકડ
ભરુચ એલસીબીએ વધુ તાપસ હાથ
ગડખોલ ગામની મીઠા ફેક્ટરીથી ધરપકડ

અંકલેશ્વરના ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસેથી શંકાસ્પદ ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડી ભરુચ એલસીબીએ વધુ તાપસ હાથ ધરી છે.

ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવાના પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસે એક ઈસમ કમરમાં પહેરવાનો કંદોરો વેચાણ કરવા ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મીઠા ફેક્ટરી સ્થિત નહેર પાસે ઝૂપડામાં રહેતા ઈસમ પાસેથી ચાંદીનો કંદોરો કબ્જે કરી જરૂરી પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે અરવિંદ ભીખા ચુનારાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

error: