Satya Tv News

ઉત્તરપ્રદેશના અમરોહામાં એક ગર્ભવતી મહિલાની લાશના ટૂકડામાં મળી આવતા હડકંપ મચી ગયો હતો. શબને જોઈને લાગી રહ્યું છે કે મહિલાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાએ તેના શરીરના ટુકડા કરી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરી જંગલમાં ફેંકી દીધા હતા. મહિલાનું માથું, હાથ, પગ શરીરથી અલગ કરી દેવામાં આવ્યા છે. મૃતકની ઉંમર 28-30 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. અમરોહાના નૌગાંવ ગામના જંગલોમાં ગર્ભવતી મહિલાની લાશ 20 ટુકડાઓમાં મળી આવી હતી. લાશને બે મોટી બેગમાં ભરીને રસ્તાની બાજુની ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. એક થેલીમાં માથા અને કમર સુધીના ભાગો ભરેલા હતા, જ્યારે બીજી બેગમાં કમરથી નીચેનો ભાગ હતો. આખા શરીરના લગભગ ડઝન જેટલા ટુકડા થઈ ગયા હતા

error: