મધ્યપ્રદેશના ડિંડોરીથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિંડોરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ સાથે આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ શાહપુરા પોલીસ સ્ટેશન અને બિછિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી જતાં એક સાથે 14 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માતનો ભોગ બનેલા લોકો બેબી શાવરમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.