ભાજપ દ્વારા જાહેર કરવામાં આવનાર પ્રથમ યાદીમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થઈ શકે છે. તેમાં મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓના નામ હોઈ શકે છે. પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં જોવા મળી શકે છે. લખનૌથી રાજનાથ સિંહ, ગાંધીનગરથી અમિત શાહ , અમેઠીથી સ્મૃતિ ઈરાની, સબલપુરથી ધર્મેન્દ્ર પ્રધાન, ગ્વાલિયરથી જ્યોતિરાદિત્ય સિંધિયા, વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ અને પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવામાં આવી શકે છે. આ સિવાય ભિવાની બલ્લભગઢથી ભૂપેન્દ્ર યાદવ, ડિબ્રુગઢથી સર્બાનંદ સોનોવાલ, રાજૌરી-અનંતનાગથી રવિન્દ્ર રૈના, કોટાથી ઓમ બિરલા, ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી અને પશ્ચિમ દિલ્હીથી પરવેશ વર્માને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે