Satya Tv News

ભાજપ સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નામ પર અંતિમ મહોર મારવા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ભાજપના હેડક્વાર્ટર ખાતે 29મીએ લગભગ 10.45 કલાકે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જે મોડીરાત્રે 3.15 કલાકે સમાપ્ત થઈ હતી. આ બેઠક લગભગ સાડ ચાલ કલાક સુધી યોજાઈ હતી અને તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઠ, તેલંગાણા, ગોવા અને કેરળ સહિત ઘણા રાજ્યો તેમ કેન્દ્ર શાસિત પ્રદેશોની 150થી વધુ લોકસભા બેઠક પરના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ હતી.

આ અગાઉ એવા અહેવાલો મળ્યા હતા કે, ભાજપ હાઈકમાન્ડે દિલ્હીમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોનું માનીએ તો BJP દિલ્હીની કુલ સાત લોકસભા બેઠકોમાંથી માત્ર બે જ વર્તમાન સાંસદોને મેદાનમાં ઉતારશે, જ્યારે વર્તમાન પાંચ સાંસદોનું પત્તું કાપી નવા ઉમેદવારને તક આપવાની તૈયારીમાં છે. જોકે સૂત્રો દ્વારા આ સાંસદોનો નામ જાણવા મળ્યા નથી.

હાલ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ઉમેદવારોના નામ પર વિચારણા કરવા ભાજપની કેન્દ્રીય સમિતિની બીજી બેઠક બુધવાર 6 માર્ચે યોજાઈ શકે છે. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે યોજાનાર સીઈસીની બેઠકમાં ગઠબંધનવાળા રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બુધવારની બેઠકમાં આંધ્રપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને બિહાર ઉપરાંત અન્ય ઘણા રાજ્યો માટે ઉમેદવારોના નામ પર મંથન કરી શકે છે. આ ઉપરાંત બેઠકોની વહેંચણીને માટે ઘણા રાજ્યોમાં સહયોગી દળો સાથે ભાજપની વાતચીત અંતિમ તબક્કામાં છે, જ્યારે કેટલાક રાજ્યોના પ્રાદેશિક પક્ષો ગઠબંધનમાં જોડાવા માંગે છે અને આ પક્ષો સાથેની ભાજપની વાતચીત પણ અંતિમ તબક્કામાં છે.

error: