આલ્ફા સોસાયટીમાં એક મકાનમાં આગ
આગ લાગતા રહીશોમાં દોડધામ
એક જ વ્યક્તિનો આબાદ બચાવ
ભરૂચના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં આવેલા એક મકાનમાં આગ લાગતા આસપાસના રહીશોમાં દોડધામ. મચી ગઇ હતી.
ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં પોરાગ રમેશચંદ્ર શાહ નામના વ્યક્તિ એકલવાયું જીવન જીવે છે.તેમના મકાન આજ રોજ વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગતા તેઓ સલામત રીતે બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો.આગના કારણે આસપાસ રહેતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી. આગના સમાચાર સાંભળતા જ લોકો પોતાના મકનોમાંથી બહાર દોડી આવ્યા હતાં. આ ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં. ફાયરના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં મકાન માલિકની ઘરવખરીને નુકશાન પહોંચ્યું હતું.