Satya Tv News

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. આ ઉપરાંત આહિર અગ્રણી મૂળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. મૂળુભાઈ કંડોરિયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.

YouTube player

કોંગ્રેસ છોડતાં પહેલાં અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બહિષ્કારના નિર્ણયની ભારે ટીકા કરી હતી. આ પહેલાં કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા તેમના પુત્ર અને કાર્યકર્તો સાથે ભાજપમાં સામેલ થયા હતા.

કમલમમાં આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મૂળુ કંડોરિયાએ પણ ભાજપમાં જોડાયા છે.

પ્રદેશાધ્યક્ષે આ સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે લોકોને મદદ કરવાની ભાવના માટેનું પ્લેટફોર્મ મળે એ માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. OBC સમાજના બે નેતા, આહિર અને મેર સમાજના આ આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપની સીધો લાભ થશે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLAપદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈ કાલે જ રાજીનામું આપ્યું હતું. જ્યારે રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ ગઈ કાલે રાજીનામું આપ્યું હતું.

error: