ભરૂચમાં ચોતરફ વિકાસના ₹227 કરોડની ભેટ
33 પ્રકલ્પોની મુખ્યમંત્રીએ જિલ્લાને ભેટ ધરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ
૩૩ પ્રકલ્પોનો લોકાર્પણ,ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન
ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણી તાણે ગુજરાત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે 227 કરોડના વિવિધ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભુમીપુજન કર્યા હતા.
ભરૃચના ભોલાવ એસ.ટી.ડેપો સહિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના રૂ.7.69 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા માં ભરુચના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ના રૂ.227 કરોડના વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોનો લાકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના વિવિધ વિભાગોના, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસી તથા નગરપાલિકાના અંદાજીત રૂ.૨૨૭ કરોડના ૩૩ પ્રકલ્પોના વિકાસકાર્યોની ભેટ આપી હતી.જેમાં માર્ગ અને મકાન વિભાગનાં રૂા.૭૧.૯૨ કરોડના ૯ પ્રકલ્પો પૈકી કુલ રૂા.૩૮.૫૯ કરોડના ૪ પ્રકલ્પોનું ભૂમીપૂજન તથા રૂ.૧૮.૭ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ કરાશે. રૂ.૧૪.૬૩ કરોડના ૨ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કુલ રૂ. ૭.૬૯ કરોડના ૨ પ્રકલ્પો પૈકી રૂ. ૩.૧૯ કરોડના ૧ પ્રકલ્પનું ખાતમુહૂર્ત તથા રૂ.૪.૫૦ કરોડના ૧ પ્રકલ્પનું લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત ગૃહ વિભાગના રૂ.૬.૮૯ કરોડના ૧ પ્રકલ્પનું તથા શિક્ષણ વિભાગના કુલ રૂા.૬.૯૬ કરોડના ૮ પ્રકલ્પોનું લોકાર્પણ તથા વન અને પર્યાવરણ વિભાગનાં કુલ રૂા.૦.૬૨૦ કરોડના ૩ પ્રકલ્પોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલમેંટ સીએસઆર, જીએનએફસીનાં કુલ રૂ. ૨.૯૦ કરોડના ૨ પ્રકલ્પોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે ભરૃચના વિકાસની ઝાંખી દર્શાવતી પુસ્તિકા વિકાસ વાટિકાનું મુખ્ય મંત્રી સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો ઈશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રી, ડી કે સ્વામી, રીતેષભાઈ વસાવા ,જિલ્લા ભાજપ પ્રમુખમાં મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ અને મોટી સંખ્યા માં જિલ્લા ના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ