Satya Tv News

ભરૂચ :લોકસભા ચૂંટણી પૂર્વે નેત્રંગ તાલુકા બી.ટી.પીમાં ગાબડું,

50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચમાં નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાયબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે.

આદિવાસીઓના દિગગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તે પૂર્વે નેત્રંગ તાલુકા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

આ અંગેનો કાર્યક્રમ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાના નિવાસ્થાને યોજાયો હતો જ્યાં તેઓએ BTP ના આગેવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રેરાઇ તમામ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા તારીખ 11 મી માર્ચના રોજ ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરશે.

error: