ઝઘડીયાના પૂર્વ ધારાસભ્યના નિવસ્થાને મિટિંગ મળી
છોટું વસાવાએ ભાજપ-આર.એસ.એસ પર આકરા પ્રહાર
26 સહિત ભરુચ બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી
ઝઘડીયા-વાલિયાના પૂર્વ ધારાસભ્ય છોટું વસાવાની અધ્યક્ષતામાં દેશના ગામડા અને સંવિધાન બચાવવા માટે ઝઘડીયાના પૂર્વ ધારાસભ્યના નિવસ્થાને મિટિંગ મળી હતી.જેમાં ગુજરાત સહિત ભરૂચની બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી બતાવી હતી.
ભરુચ લોક સભા બેઠક ઉપર આપ-કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવા અને ભાજપમાથી મનસુખ વસાવાને ભાજપે રિપીટ કર્યા છે.ત્યાર ઝઘડીયા-વાલિયાના પૂર્વ ધારાસભ્ય છોટું વસાવાના પુત્ર અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાવવા મન બનાવી લીધું છે.જેઓ સોમવારે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે તેવામાં પુત્રની આ જાહેરાતથી પિતા છોટું વસાવા ગુસ્સો ભરાયા છે.અને તેઓએ નવી પાર્ટી બનાવી ભરુચ લોક સભાની ચૂંટણી લડવાના નિવેદનને પગલે રાજકારણ ગરમાયું છે.તેવામાં આજરોજ પૂર્વ ધારાસભ્ય છોટું વસાવાની અધ્યક્ષતામાં દેશના ગામડા અને સંવિધાન બચાવવા માટે ઝઘડીયાના પૂર્વ ધારાસભ્યના નિવસ્થાને મિટિંગ મળી હતી.જેમાં તેઓએ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ભરૂચ લોક સભા બેઠક સહિત રાજ્યની 26 બેઠકો પર છોટુ વસાવા ઉમેદવારો ઉતારવા સાથે ભરૂચ બેઠક ઉપર પોતે ઉમેદવારી નોંધાવે તેવા સંકેત આપ્યા હતા તે પહેલા રણનીતિ નક્કી કર્યા બાદ ઉમેદવારો જાહેર કરવા સહિત ભાજપ તેમજ આર.એસ.એસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.આ મિટિંગમાં બી.એ.પીના મહા સચિવ દિલિપ વસાવા,જિલ્લા પંચાયત સભ્ય શરલાબેન વસાવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજુ વસાવા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.