Satya Tv News

વિધાનસભા ચૂંટણી સમયે મતભેદ સામે આવ્યા હતા

આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે મહેશ વસાવા

કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે. રાજ્યમાં ભાજપ જોડો અભિયાન ચાલી રહ્યું છે. હવે સામે આવી રહેલી માહિતિ અનુસાર BTPના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાશે. મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે તેવી પણ અટકળો સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભાાજપમાં જોડાવવાને લઇને મહેશ વસાવાના તેમના પિતા છોટુ વસાવા સાથે મતભેદ છે. આ વાત વિધાનસભા ચૂંટણી સમયે મતભેદ સામે આવ્યા હતા. કહેવાય છે કે મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે. હવે તેમની સાથે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે.

વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: