શુક્રવારે વિશ્વ મહિલા દિવસે જ વાલિયાના પીઠોર ગામેથી તરછોડાયેલી હાલતમાં મૃત નવજાત મળી આવતા ગામ લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પીઠોર ગામે ટેકરા ફળિયામાં રહેતા ખેડૂત જયેશ વસાવાને ફોન આવ્યો હતો.
ગામના તળાવ કિનારે સાંજે અન્ય ગ્રામજનો સાથે જોતા સ્થળ પર પ્લાસ્ટિકની સફેદ થેલી પડી હતી. જેમાં મૃત શિશુ હોય ગ્રામજનોએ તુરંત વાલિયા પોલીસને જાણ કરી હતી.
ગામમાં તેમજ આસપાસ ત્યજી દેવાયેલા મૃત નવજાત અંગે તપાસ કરવા છતાં કોઈ જાણકારી મળી ન હતી. વાલિયા પોલીસે મૃત નવજાતનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.