Satya Tv News

આડેધડ ટ્રક મુકી દેતા રાહદારી
વાહન ચાલકોને પડતી હાડમારી
અવર જવર માટે તકલીફનો સામનો

ભરૂચના મહંમદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા કરી જતાં રહેતા હોય છે.

જેને લઈ અનેક વાર આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને નાના નાના વાહનોને અવર જવર કરવા માટે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે અનેક વાર તો સ્થાનિક રહેવાસીઓને આ લોકો સાથે માથાકુટ કરવાનો વારો પણ આવતો હોય છે થોડા સમય પહેલા આજ વિસ્તારમાં એક લાકડા ગોડાઉનમાં આગ લાગવા પામી હતી જેને લઈ આ રોડ પરથી જ ફાયર બ્રિગ્રેડને અવર જવર કરવી પડે એમ હતી ત્યારે પણ આ રોડ પર ટ્રકનો ભરમાર હોય ફાયર બ્રિગ્રેડને અવર જવર માટે તકલીફનો સામનો કરવો પડયો હતો.

ડ્રાઈવરો દ્ધારા અવાર નવાર મોટા મોટા ભારદાર વાહનો ૧૦ થી ૧૬ ટાયરવાળી ગાડીઓ રોડ પર આડી જ ઉભી કરતી પોતાના ગોડાઉનમાં માલ સારી રીતે ઉતરે તે રીતે જ ઉભી કરતા હોય છે છો પછી રાહદારી તેમજ બીજા વાહન ચાલકોનું જે થવાનું હોય તે થાય તેની કોઈપણ જાતની ચિંતા આ ગોડાઉન માલિક તેમજ ડ્રાઈવર કરતા નથી. અનેકવાર તો આ વિસ્તારમાં આવતી એમ્બ્યુલન્સને પણ આ રોડ પરથી પસાર થતી હોય તો ગોડાઉનમાં માલ ખાલી થતો હોય તો તે ડ્રાઈવર પોતાનું વાહન સાઈડ પર ન કરી એમ્બ્યુલન્સને બીજા રોડ ઉપરથી કાઢવાનો વારો આવતો હોય છે.

error: