પવિત્ર રમઝાન માસમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થશે તેવી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે. રમઝાન મહિનાના પહેલા જ દિવસે ઈઝરાયલના હુમલામાં 67 લોકોના મોત થયા છે અને તે સાથે જ પેલેસ્ટાઈનમાં ઈઝરાયલના હુમલામાં મોતને ભેટેલા નાગરિકોની સંખ્યા 31000ને પાર કરી ગઈ હોવાનો દાવો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે.
ઈઝરાયલની કાર્યવાહીના કારણે રમઝાન મહિનામાં પણ ગાઝામાં અંધકાર, ભૂખમરો અને ચારે તરફ બેહાલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે આવી સ્થિતિમાં પણ લોકોએ રોઝા રાખવાનું શરુ કર્યું છે.