https://www.instagram.com/reel/C4aRLrKAJ40/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર દુર્ઘટના મંગળવારે બપોરે લગભગ 2:15 વાગ્યે થઈ હોવાનું કહેવાય છે. જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે આજે જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં હાથ ધરવામાં આવેલા યુદ્ધાભ્યાસ માટે આવ્યું હતું. જેસલમેર શહેરના જવાહર કોલોની પાસે બપોરે અચાનક આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જયાર બાદ હેલિકોપ્ટર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.