વાગરા ની મુલેર ચોકડી પર સસ્તા સોના ની લાલચ આપી વડોદરા ના ઇસમ પાસે થી પાંચ લાખ લૂંટનાર બે ઝડપાયા
વાગરા તાલુકા ની મુલેર ચોકડી પર સસ્તુ સોનું આપવાની લાલચ આપી વડોદરા ના ઇસમ પાસે થી પાંચ લાખ ખંખેરી લેવાની ઘટના સામે આવી હતી.વાગરા પોલીસે કચ્છ જિલ્લા માંથી સ્વીફ્ટ ગાડી સાથે બે લૂંટારુઓને ઝડપી પાડી જેલ ને હવાલે કર્યા હતા.અત્યાર સુધી પાંચ પૈકી ત્રણ લૂંટના આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ ને સફળતા મળી છે.
વાગરા પોલીસ સ્ટાફમાં ફરજ બજાવતા ભોપાભાઇ ગફુરભાઇ ને બાતમી મળેલ કે વાગરા ના મુલેર પાસે સસ્તુ સોનુ આપવાની લાલચ આપી વડોદરા ના યુવક ને લૂંટી લેનાર પાંચ પૈકી બે ગઠિયા કચ્છ જીલ્લાના ભચાઉં તથા ભુજ માં હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.જેને પગલે વાગરા પોલીસ કચ્છ ખાતે દોડી ગઈ હતી.જયાં થી પાંચ લાખની લુટના આરોપીઓ તથા લુટમાં વાપરાયેલ ફોર વ્હીલર ગાડી સાથે બે લૂંટારા શંકર પટેલ ઉર્ફે અશોક જૈન ઉર્ફે અબ્દુલ ખાલીદ ઉર્ફે રઝાક અલાના સોઢા ઉ.વ.૩ર,રહે જીલાણી નગર, મુસ્લીમ હાઇસ્કુલની પાછળ,સંજોગ નગર,ભુજ જી. કચ્છ તેમજ દિલીપ ઠક્કર ઉર્ફે ઇબ્રાહીમશાહ જુશબશાહ શેખ ઉ.વ.૨૬,રહે બટીયા વિસતાર આશાબા પીરની બાજુમાં ભચાઉ,તા. ભુજ ને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સાથે ઉક્ત બે સખ્શો પાસે થી લૂંટમાં વપરાયેલ સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે ૧૨ એફ.સી ૦૫૧૫ ને પણ કબજે લીધી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે લૂંટારું ટોળકી ના સભ્યો પૈકી એક આરોપી નિઝામ પઠાણ પોલીસ નાકાબંધી દરમિયાંન પાદરા ના વડુ પાસે થી ઝડપાઇ ગયો હતો.નોંધનીય છે કે લૂંટ માં સામેલ પાંચ પૈકી ત્રણ આરોપીઓ ઝડપાઇ ગયા છે.પરંતુ હજી પણ બે બે આરોપીઓ પોલીસ પકડ થી દુર છે.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.