Satya Tv News

ભરૂચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મૃત્યુ નિપજતાં સમાજના રીતિરિવાજ મુજબ વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી.જ્યાં દશાશ્વમેઘ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરાયો હતો.

સામાન્ય રીતે લોકોના ઘરે સારા પ્રસંગો હોય ત્યારે લોકો ડીજે અને ઢોલ,ત્રાસા અને શહેનાઈ સાથે વાજતે ગાજતે પ્રસંગની ઉજવણી કરતા હોય છે.પરંતુ ભરૂચમાં શહેરમાં મરાઠી સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યું થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા પણ ધામધૂમથી કાઢવામાં આવે છે. ભરૂચ પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી વય નિવૃત્ત થયેલા ભરતસિંહ પદમસિંહ રાજપૂતનું શુક્રવારના રોજ મોત નીપજ્યું હતું.પરંતુ તેમના દેશમાંથી લોકો આવનાર હોય તેમની અંતિમ યાત્રા શનિવારના રોજ કાઢવામાં આવી હતી.આ યાત્રામાં તેમના રીતિરિવાજ મુજવ તમેની ઠાઠડીને ફુલોથી સજાવી તેમને ડીજે અને ઢોલ,ત્રાસા અને શહેનાઈના નાદ સાથે વાજતે ગાજતે તેમની અંતિમ યાત્રા નીકળી હતી.તેમના નિવાસ સ્થાનેથી નિકળેલી અંતિમ યાત્રા શહેરના દશાશ્વમેઘ સ્મશાન ગૃહમાં પહોંચતા ત્યાં વિધિ પ્રમાણે તેમના મૃતદેહને અંતિમ વિદાઈ આપી તેમના પુત્ર દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

error: