Skip to main content

Satya Tv News

ઝગડીયા તાલુકાના ઇન્દોર ગામે લીઝ ધારકો મા થઈ બબાલ.
કરજણ ના ધારાસભ્ય ના પુત્ર દ્વારા હુમલો કરાયો નો આક્ષેપ.
નર્મદા માંથી રેતી ઉલ્લેચવા બાબતે થઇ બબાલ

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઇન્દોર ગામે લીઝ ધારકો મા બબાલ થતાં વાતાવરણ ગરમાયું હતું.જેમાં કરજણ ના ધારાસભ્ય ના પુત્ર દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા હતા.

ઝગડીયા તાલુકાના ઇન્દોર ગામે લીઝ ધારકો નર્મદા માંથી રેતી ઉલ્લેચવા બાબતે બબાલ થઈ હતી.જેમાં.ઝગડીયા ના ઇન્દોર ગામના સ્થાનિક લોકો એ ગેરકાયદેસર રેતી કાઢતા હોવાના કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ ના ના પુત્ર રૂષિ પટેલ ઉપર આક્ષેપ કરી ખાણ ખનીજ ના અધિકારીની મીલીભગત થી થઈ રહી છે ખનીજો ની ચોરી થઈ રહી હોવાનું જણાવી તેઓને જાન થી મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું કહી રહ્યા છે.નર્મદા નદીને છિન્ન ભિન્ન કરી માંથી રેતી કાઢતા ખનીજ માફિયા બેફામ બન્યા છે. અન્ય જિલ્લામા થી રેતી નું ખનન કરતા વિવાદ વકર્યો છે ત્યારે તંત્ર શાંતિ ના ડહોળાય તે માટે ની કાર્યવાહી હાથ ધરે તે આવશ્યક છે

error: