Satya Tv News

મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે ‘મમ્મી-પપ્પા અને બહેન-ભાઈ મને માફ કરી દેજો. હું જિંદગીથી કંટાળી ગઈ છું. કોઈ પર વિશ્વાસ કર્યો હતો, તેણે જ વિશ્વાસ તોડી દીધો છે, જેથી હવે કોઈની પર વિશ્વાસ ના કરવો. મને માફ કરજો અને તમારા બધાનું જ ધ્યાન રાખજો.’ એવા ઉલ્લેખ વચ્ચે આ લેડી કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસ કોલ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયેને કર્યાનું બહાર આવ્યું હતું.

આ અંગે DCP પિનાકિન પરમારે જણાવ્યું હતું કે હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સાથે બંને લગ્ન પણ કરવાનાં હતાં. એ અંગે બંનેના પરિવારને પણ જાણ હતી. પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે. તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઈક સ્લિપ થવાને કારણે તેને ઈજા પણ પહોંચી હતી. ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછું આવતું હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો નહોતો. હર્ષના અને પ્રશાંતનો છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો નહોતો. પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હર્ષનાએ આ પહેલાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. મિત્રવર્તુળની પણ તપાસ કરતાં એક વર્ષ પહેલાં આખા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિંગણપોર પોલીસ-ઇન્સ્પેક્ટર વાય.જી. ગોહિલે ગતરોજ સાંજે પ્રશાંતને જવાબ લેવા માટે બોલાવીને પૂછપરછ હાથ ધરી હતી. એમાં પ્રશાંતે પ્રેમસંબંધ હોવાનું અને લગ્ન પણ કરવા અંગે સ્વીકાર કર્યો છે. એક બાબત એ પણ સામે આવી છે કે બંને વચ્ચે નાના-મોટા ઝઘડાઓ પણ થતા હતા. એમાં પ્રશાંત જલદી લગ્ન કરવા ઈચ્છતો હતો. હર્ષના લગ્ન કરવા માટે થોડાક ટાઈમની માગણી કરી રહી હતી. જોકે હર્ષના એવું માની રહી હતી કે પ્રશાંતને લગ્ન કરવાની જલદી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે. એના કારણે નાના-મોટા ઝઘડાઓ થયા કરતા હતા. હાલ વધુ તપાસ સિંગણપોર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને જણાવ્યું હતું કે તે પહેલાં સિંગણપોર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો. થોડાક સમય પહેલાં તે સાયબર ક્રાઇમ સેલમાં બદલી પામ્યો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ સિંગણપોરમાં ફરજ બજાવતો હતો એ અરસામાં જ થયો હતો. અકસ્માતને કારણે તે 10 દિવસથી તેના વતન ડાંગ હોઈ, મોબાઇલ નેટવર્કના અભાવે સંપર્કમાં નહોતો.

error: