પાણીપુરી (ભારતીય સ્ટ્રીટ-સાઇડ ફૂડ) અથવા ગોલગપ્પા વેચવું એ દરેક વ્યક્તિ માટે ‘ડ્રીમ જોબ’ ન હોઈ શકે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, મુંબઈમાં અરુણ જોષીએ આ બિઝનેસ દ્વારા સફળતાના શિખરને સ્પર્શ કર્યો છે. એક ખાનગી મીડિયા અનુસાર આજે અરુણ જોશીના મુંબઈમાં બે આલીશાન મકાનો છે અને તેમનો એક પુત્ર અમેરિકામાં સ્થાયી છે. જોશીએ જણાવ્યું કે, તેમણે પાણીપુરીના સ્ટોલમાં 5 રૂપિયાના વેતનથી કામ કરીને પ્રગતિની આ સફર કરી છે.
સંગીતકાર આરડી બર્મન તેમના ગ્રાહકોમાંના એક હતા. મુંબઈમાં અરુણ જોષીએ જણાવ્યું કે, તેમના પિતા 60ના દાયકામાં મુંબઈ આવ્યા હતા. તેમણે પાણીપુરીનો સ્ટોલ લગાવ્યો હતો. પિતાએ જીવન જીવવા માટે ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો. તે સમય કેટલો મુશ્કેલ હતો તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ તેમણે ખાતરી કરી હતી કે, અમારી પ્લેટમાં ખોરાક અને અમારી પીઠ પર કપડાં તો હોવા જ જોઈએ. પુત્રએ જણાવ્યું કે હાથગાડી ચલાવતી વખતે તેના પિતા દુકાન ખરીદવા કવાયત કરી. તેથી જ મારે અને મારા ભાઈ-બહેનોને સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું નથી.