Satya Tv News

કહેવાય છે કે પ્રેમને નાત-જાત કે ઉંમર સાથે કંઈ લેવાદેવા નથી. તે તો ગમે ઉઁમરે અને ગમે તેની સાથે પણ થતો હોય છે. આવો જ એક કિસ્સો યુપીના ગોરખપુરમાંથી સામે આવ્યો છે. અહીં પરણેલો અને છોકરાવાળો શખ્સ એક બ્યૂટીપાર્લરવાળી મહિલા સાથે પ્રેમમાં પડ્યો અને પછી બન્ને ખાનગીમાં મળવા લાગ્યાં હતા. શખ્સ પોતે ઊંટવૈદ્ય ડોક્ટર છે અને મહિલા બ્યૂટીપાર્લર ચલાવે છે. આમ તો તેમના આ પ્રેમની કોઈને ખબર ન પડેત પરંતુ એક દિવસ ડોક્ટરનો છોકરો આ જોઈ ગયો અને પછી તેણે હોબાળો મચાવ્યો હતો ત્યારે મામલો સામે આવ્યો હતો. છોકરો પિતાને ક્લિનિકમાં બ્યૂટીપાર્લરવાળી મહિલા સાથે જોઈ ગયો હતો ત્યારે તેને પિતાના લફરાની જાણ થઈ હતી. 

પુત્રને ગંધ આવી ગઈ હતી કે પિતાને બ્યૂટીપાર્લરવાળી મહિલા સાથે લફરુ છે અને એક દિવસ તેણે બન્નેને પકડવાનો નિર્ણય કર્યો. એક દિવસ તે કોઈ કામનું બહાનું કાઢીને ક્લિનિકમાં આવ્યો ત્યારે પિતા મહિલા સાથે ઈશ્ક ફરમાવી રહ્યાં હતા આ જોઈને તેણે હોબાળો મચાવ્યો હતો ત્યાર બાદ પુત્રે તેની માતાને ફોન કરીને બોલાવી હતી અને ક્લિનિકમાં બબાલ મચી હતી. પુત્રે પોલીસે પણ ફોન કરીને બોલાવી લીધી હતી. લોકોની ભીડ એકઠી થતાં પોલીસ આવી પહોંચી હતી. આરોપી પિતાને પકડીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. બાદમાં સમાધાન કરીને બધા ઘરે ચાલ્યા ગયા હતા

error: