પુત્રની હત્યા કરાઇ હોવાની આશંકા સાથે પિતા એ જિલ્લા પોલીસવડા ને રજૂઆત કરી ન્યાય ની માંગ કરી
વાગરા તાલુકાના રહિયાદ ખાતે મધ્ય પ્રદેશ ના શ્રમિક પરિવાર ના પુત્ર એ આપઘાત કરી લીધો હતો.મૃતક ના પિતાએ પોતાના પુત્ર એ આપઘાત નથી કર્યો પરંતુ તેની હત્યા કરાઈ હોવાના સનસનીખેજ આક્ષેપ સાથે ભરૂચ ના ડી.એસ.પી. ને લેખિત માં રજુઆત કરી ન્યાય ની માંગણી કરી હતી.
મધ્ય પ્રદેશ ના ઉજ્જેન ખાતે રહેતા પ્રકાશ માલવિયાનો પુત્ર ગીરધારી દહેજ ખાતે આવેલ કલ્પસર રિસોર્ટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો.ગત ૧લી માર્ચના રોજ તેણે તેના રૂમની બાજુમાં આવેલા બાથરૂમમાં લોખંડની એંગલ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાધો હતો.જે અંગેની ફરિયાદ દહેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.દરમિયાન મૃતકના પિતા પ્રકાશ માલવિયા તેમજ તેમની પત્નીએ ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિત માં રજુઆત કરી હતી.મૃતકના પરિવાર દ્વારા ડી.એસ.પી ને કરાયેલ ફરિયાદ મુજબ તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે.તેમના પુત્ર ગીરધારી નો મોબાઇલ તેની સાથેના ગૌરવ નામના શખ્સે ચોરી કર્યો હતો.તેમજ તેઓ તેમના પુત્ર ગીરધારી ને બ્લેકમેઇલ પણ કરી રહ્યા હતા.ગૌરવ સહિત સુનિલ યાદવ,હુકમસિંહ, ત્રિલોક,મોન્ટુ સહિતના લોકો પણ તેને હેરાન કરતા હોવાના આક્ષેપ કરાયા છે.સાથેજ ગીરધારીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા મૃતકના પિતા પ્રકાશ માલવિયા એ વ્યક્ત કરી છે.મૃતક ના પિતા પ્રકાશ માલવીયા પુત્ર ની હત્યા બાબતે દહેજ પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા ત્યારે દહેજ પોલીસ સ્ટેશનના ગોવિંદ તેમજ અન્ય ત્રણ થી ચાર પોલીસ કર્મીઓએ તેમની ફરિયાદ લેવાને બદલે તેમને પોલીસ સ્ટેશને થી હાંકી કાઢ્યા ના આક્ષેપો પ્રકાશ માલવીયા દ્વારા કરાયા હતા.તેમણે ડી.એસ.પી ની મુલાકાત બાદ જણાવ્યુ હતુ કે,એસપી મયુર ચાવડાએ તેમની રજુઆત સાંભળી મામલામાં તટસ્થ તપાસ કરવામાં આવશેની બાંહેધરી પણ આપી છે.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.