Satya Tv News

લાખો ના ખર્ચે બનેલ ઉદ્યાન થી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

નેરોલેક કંપની કોલવણા ગામ ને દત્તક લઇ આદર્શ બનાવે : સરપંચ ઝફર ગડીમલ

આમોદ ના કોલવણા ગામે કંસાઈ નેરોલેક કંપની એ લાખોના ખર્ચે બગીચાનું નિર્માણ કર્યું હતુ.કંપની સંચાલકોએ બગીચાનું લોકાર્પણ કરતા ગ્રામજનોમાં અને બાળકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.

        આમોદ ના કોલવણા ગામે સાયખાં સ્થિત કંસાઈ નેરોલેક કંપની એ સી.એસ.આર પ્રવૃત્તિ હેઠળ સાત લાખ  રૂપિયા ના ખર્ચે ગ્રામજનો માટે બગીચો બનાવ્યો હતો.બગીચામાં બેસવા માટે બાંકડા અને રમત ગમત માટે ના સાધનો મુકવામાં આવતા બાળકોનો ઉત્સાહ બેવડાય ગયો હતો.ઉદ્યાન નું ઉદ્દઘાટન કંપની ના ઇ.એચ.એસ. મેનેજર નવીન પંત એ રિબન કાપી બગીચો ગ્રામજનો માટે ખુલ્લો મુક્તા લોકોએ વધામણા કર્યા હતા.આ પ્રસંગે બોલતા નવીન પંતે જણાવ્યુ હતુ કે કંપની લોકોની સુખાકારીમાં વધારો કરવા સતત પ્રયત્નશીલ છે.અને જાહેરહિત ના કામો પર પૂરતું ધ્યાન આપી રહી છે.તેમણે લોકો ને ખુલ્લો મુકેલ બગીચા નું સારી રીતે જતન કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. લોકાર્પણ કાર્યક્રમ માં બોલતા સરપંચ પત્રકાર ઝફર ગડીમલ એ કંપની નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.અને સાથે  કોલવણા ગામ આદર્શ બને એ માટે કંપની સત્તાધીશો ને ગામને દત્તક લેવા માટે અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીએ અગાઉ ના વર્ષમાં વિદ્યાર્થીઓને ધ્યાને લઇ વોકવે બનાવ્યો હતો.જ્યારે ગ્રામજનોને એક પાણી ની ટાંકી બનાવી આપી ઉત્તમ કાર્ય કરવામાં આવ્યા હતા.

             લોકાર્પણ કાર્યક્રમ માં કંપની ના સી.એચ.ઓ પરેશભાઈ પટેલ,રીફલ પટેલ,ચિરાગ પટેલ,અનિલ શુકલા,હાર્દિક પટેલ,રઘુવીરસિંહ રણા,તેજસ પંચોલી,ગામ અગ્રણીઓ એડવોકેટ એમ.વાય.પટેલ,તાલુકા સભ્ય ઇસ્માઇલભાઈ,ઇકબાલભાઈ ચિભુ,મહંમદ ગડીમલ,શબ્બીર વટાણીયા,મહંમદ માસ્તર,ડે. સરપંચ નશીમબેન,હસન પટેલ,મુબારક ફાટા,યુનુસભાઈ બુચા,ઇમરાન કારભારી, જાવીદ પટેલ,નદીમ,સુહેલ, હુઝેફા,અબ્દુલ બડા,આસિફ,તોસીફભાઈ,જાબીર,નઇમ,ફકરૂદ્દીન,ઈરશાદ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને ભૂલકાઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.

ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: