Satya Tv News

આઇસ ડિશ ખાધા પછી નમૂનાં ફેલ
4 દિવસમાં 5 હજાર લોકોએ આઇસ ડિશખાધી
ક્રિમમાં ફેટ 60%થી ઓછું હતું

સુરતમાં પાલિકાએ આઈસ ડિશ-ગોળાની 16 દુકાનોમાંથી લીધેલાં નમૂનાં પૈકી 3 ફેલ જાહેર કરાયા છે. આઈસ ડિશમાં વપરાતા ક્રિમ-સિરપ ઉતરતી કક્ષાના હોવાનો લેબ રિપોર્ટ આવ્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ થોડા દિવસ અગાઉ શહેરમાં આઈશ ડિશનું વેચાણ કરતી 16 જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલ 23 જેટલા શિરપ અને ક્રીમના નમૂનાઓ પૈકી ત્રણ સંસ્થાઓના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ધારા-ધોરણ મુજબ નહિ મળી આવતા એડજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કસૂરવાર સઁસ્થાઓ સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત

error: