અંકલેશ્વરના પુનગામ સહિતના ગામોમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોએ બેનરો લગાવી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે બાહયો ચઢાવી છે.એક્સપ્રેસ હાઈવે ભાદ્દભૂત બેરેજ સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે ત્રણ વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યા કરે છે.લોકસભાની ચૂંટણી પહેલા અંકલેશ્વર- આમોદ તાલુકામાં ફરીથી આંદોલનના શરૂ થયા છે જુનાદિવા પુનગામ સહિતના આમોદ તાલુકા અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચુકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે. બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવેના ભરૂચ જિલ્લાના 38 ગામમાંથી અંદાજે 3500 થી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે. ઘણા પ્રયાસો રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભા ચૂંટણી ટાણેજ ખેડૂતોએ પોતાના ગામે ગામ માં બેનરો અને પોસ્ટરો લગાવી “મત લેવા સુરત વલસાડ કે નવસારી જાવ અમારા ગામમાં નહીં” તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.