Satya Tv News

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 500ની ચલણી નોટ મૂકી હતી. આ વિદ્યાર્થીને યુનિવર્સિટીના નવા નિયમ મુજબ રૂ. 2500 પેનલ્ટીની સાથે 6 મહિના સુધી પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી ન શકે એવી સજા આપવામાં આવી છે.

યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા 130 વિદ્યાર્થીઓનું હીયરિંગ કરવામાં આવ્યું હતું. એમાં 98% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્સ અને હાથે લખેલી કાપલીઓ લાવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને નવા નિયમ મુજબ રૂ. 500ની સાથે 3 મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત એક વિદ્યાર્થીની ઉત્તરવહીમાંથી રૂ. 500ની ચલણી નોટ મળી આવી હતી. આ વિદ્યાર્થીનું હીયરિંગ કરાયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે મેં ત્રણ વખત પરીક્ષા આપી હતી, પરંતુ ત્રણેય પરીક્ષામાં પાસ થયો ન હતો. હવે સાહેબ પાસ કરી દેશે એમ માનીને આન્સર બુકમાં રૂ. 500ની ચલણી નોટ મૂકી હતી, મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે નહીં કરીશ’.

error: