Satya Tv News

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ઉમા સત્ય સાંઈ બાદ હવે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી અબ્દુલ અરાફાતનો મૃતદેહ મળી આવ્યો છે. છેલ્લા મહિનાથી ગુમ થયેલો 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી અમેરિકાના ક્લીવલેન્ડમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ અબ્દુલ અરાફાતના મોતથી ફરી એકવાર અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. હકીકતમાં, એક અઠવાડિયાની અંદર આ પ્રકારની બીજી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 11 ભારતીય વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના બની છે.

error: