વાલિયા તાલુકાનાં પઠાર ગામના સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખે તમાચા વાળી કરી ધમકી આપતા પોલીસ મથકે અરજીરૂપે ફરિયાદ નોંધાઈ
વાલિયા તાલુકાના મોદલીયા ગામમાં રહેતા પ્રવીણ રૂપસિંગ વસાવા પઠાર ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે.જેઓ ગતરોજ સવારના અરસામાં બોર મોટર માટે મંજૂર થયેલ કામ માટે નવી વસાહતમાં બોર સાધનો લઈ બુધિયા વસાવાના ઘર પાસે નક્કી થયેલ સ્થળ પર પહોંચ્યા હતા તે વેળા ફળિયા રહેતા અને વાલિયા તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખ દિનેશ માધિયા વસાવા સરપંચને જોઈને ઉશ્કેરાઇ જઈ અપશબ્દો ઉચ્ચારી અમારા ફળિયામાં પાણીનો બોર કેમ કરવા આવ્યો છે તને બોર કરવા દેવાનો નથી તેમ કહેતા સરપંચે ઉનાળામાં પાણીની તંગી ઊભી નહીં થાય અને પાણી ફળિયામાં મળી રહે તે માટે બોર મંજૂર થયેલ છે તેમ કહેતા જ ઉશ્કેરાયેલા તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખે પ્રવીણ વસાવાને ધિક્કા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મારામારી અંગે વાલિયા પોલીસ મથકે અરજીરૂપે ફરિયાદ નોંધાઈ છે.