વાંસનોલી ગામ માં ભીમરાવ આંબેડકર ની ઉજવણી
વિર્ધાર્થીઓ ને નોટ બુક, પેનસિલનુ વિતરણ
વિર્ધાર્થીઓને વિતરણ કરતા ખુશી જોવા મળી હતી
આજરોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 133 મી જન્મ જયંતીનિમિતે હાંસોટમાં આવેલ વાંસનોલી ગામ માં ઉજવણી કરવમાં આવી હતી અને શાળા મા ભળતા વિર્ધાર્થીઓ ને નોટ બુક,પેન .પેનસિલ .નુ વિતરણ કરવામાં આવ્યું હતું






ડૉ. બાબાસાહેબ આંબેડકર મહામાનવ હતા. એમનું સમગ્ર જીવન એક સંદેશ છે, જે આપણને અન્યાય, અત્યાચાર, અધિકાર અને સ્વાભિમાન માટે લડવાની તાકાત આપે છે. એમણે કરેલા સામાજિક સંઘર્ષમાંથી આપણને અન્યાય સામે લડત લડવાની નિરંતર પ્રેરણા મળતી રહે છે. એમના કર્મઠ વ્યક્તિત્વમાં જીવનનું એક વિશેષ દર્શન હતું. જીવનની એક ચોક્કસ દિશા હતી. આવા પ્રેરણાપુરુષનું જીવન સ્વાભાવિક રીતે આપણા સૌ માટે પ્રેરક છે. ‘શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો’ – એ ડો. બાબાસાહેબની શીખને વ્યવહારમાં મૂકવી પડશે. ડો. બાબાસાહેબ આંબેડકરના સમગ્ર વ્યક્તિત્વમાંથી આપણને જીવનને સમર્પિત થવાની, ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ આગળ વધવાની, ખૂબ મોટી નૈતિક શક્તિ મળશે.