Satya Tv News

સલમાન ખાનના ઘરની રેકી શૂટર્સના અન્ય સહયોગીઓ દ્વારા કરવામાં આવી હતી, જેની માહિતી શૂટર્સને આપવામાં આવી હતી. જેથી આ દરમિયાન શૂટર્સ પકડાય નહીં. જે બાદ પ્લાનિંગ મુજબ સવારે 5 વાગે શૂટરોએ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરોએ સલમાનના ઘરની બહાર બાઇકમાંથી પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંથી બે ગેલેક્સી એપાર્ટમેન્ટની દિવાલ પર વાગી હતી અને બાકીની ત્રણ ગોળી રોડ પર જ ફાયર કરવામાં આવી હતી.

ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા પછી બંને આરોપીઓએ બાંદ્રા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી સવારે 5.08 વાગ્યે બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી. સાંજે 5.13 કલાકે તે સાંતાક્રુઝ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ઉતર્યો હતો. સાંતાક્રુઝ સ્ટેશનથી તે પૂર્વમાં વકોલા તરફ આવ્યો અને ત્યાંથી ઓટો પકડી છે. સાંતાક્રુઝ સ્ટેશન અને પછી ત્યાંથી બહાર આવીને ઓટો પકડતાના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવ્યા છે અને વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.સલમાન ખાન લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હોવાનું કહેવાય છે. તેને ઘણી વખત ધમકીઓ પણ મળી હતી. રવિવારે સલમાનના ઘર પર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેની સાથે વાત કરી હતી. આ સિવાય સીએમ શિંદેએ સલમાનની સુરક્ષા વધુ કડક કરવાની વાત પણ કરી હતી.

error: