યુવકનું ગળું કાપી ફેંકી દીધાની આશંકા
ડિંડોલીમાં કેનાલ રોડ પર યુવકની હત્યા
ડીસીપી સહિતના તપાસમાં જોડાયા
સુરત શહેરમાં વધુ એક હત્યા નો બનાવ ચલથાણ કેનાલ રોડ પર ચપ્પુ ના ઘા જીકી હત્યા કરવામાં આવી હતી
સુરતના ડીંડોલી વિસ્તારમાં કેનાલ રોડ પર એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસ હાથ ધરી છે.