Satya Tv News

6 ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ
276 જેટલા મામલાઓમાં થશે કાર્યવાહી
230 જવાનો પણ જોડાયા હતા.

ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા બુધવારે રામનવમી અને ચૂંટણીને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા અને અસમાજિક પ્રવૃતિઓ અટકાવવા માટે મેગા સર્ચ હાથ ધરાયુ હતું.

ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર ડિવિઝનના DYSP ના સુપરવિઝનમાં ભરુચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર અને ઝઘડીયા-પાનોલી સહિત 6 ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું.ભરૂચ જિલ્લા પોલીસ, LCB, SOG, સિટી, રૂરલ, GIDC, ડિવિઝન PI સહિત 46 જેટલા અધિકારીઓએ અને 230 પોલીસ કર્મીઓએ લેબર કોલોની, ગોડાઉન, વેર હાઉસ અને બંધ કંપનીઓ સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું.મેગા કોમ્બિંગમાં પોલીસે 276 જેટલા મામલાઑ સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં બીરોલ-180, ગોડાઉન રો હાઉસ, બંધ કંપનીના 66 સ્થળો ચેક કરી 5000 નો દંડ પણ વસુલાયો હતો.જિલ્લામાં 33 લેબર કોલોની અને વસાહતમાં સર્ચ કરાયું હતું, વાહન જપ્તના 98 કેસ, પ્રોહિબિશન એક્ટના 73 કેસ, ભાડુઆત જાહેરનામા ભંગના 72 કેસ, 42 MCR તપાસયા હતા.ટ્રાફિકના અડચણરૂપ 6 કેસ, પુર ઝડપે વાહન હંકારનાર 16 વ્યક્તિ સામે કાર્યવાહી સાથે 189 વાહનો ચેક કરાયા હતા. પોલીસના કોમ્બિંગને પગલે અસમાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ચેકીંગમાં કવિક રિસ્પોન્સ ટીમ, બૉમ્બ ડીસ્પોઝલ ટીમ, એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ, પેરોલ ફ્લો, દહેજ, ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, જંબુસર, ઝઘડિયા પોલીસ સ્ટેશનની ટીમો સાથે 22 પી.આઈ., 24 પીએસઆઈ અને 230 જવાનો જોડાયા હતા.

error: