Satya Tv News

https://www.instagram.com/reel/C6S8eLegz2_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળાએ ઉપાડેલો હવે મોરચો નવો વળાંક લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાને આવી છે. તાજેતરમાં જ પદ્મિનીબા વાળા સામે કીર્તિ પટેલે અનેક સવાલો ઉભા કર્યા હતા. પદ્મિનીબા વાળા સમાજને ગુમરાહ કરતા હોવાનું સોશિળ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે કહ્યું હતું. ત્યારે કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની મિમીક્રી કરી છે. કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની સ્ટાઈલ કરતો વીડયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

કારના રુફટોપ પર ઉભી રહીને કીર્તિ પટેલ વીડિયોમાં કહી રહી છે કે, એ પડી ગયું…. પડી ગયું… આ તો મારો સમાજ છે ને એટલે માથે ઓઢવું પડે. બાકી, લીલા લહેર જ છેં હો. હે બેન આવી જ પીન લગાવો છો નો તમે, આમ કરીને આમ. હે બેન, તમારા કેટલા રૂપ છે તે આવીને પૂછો મને. આ તો મુવી થોડુ છે, આ તો તમારું નાટક છે.

error: