ચૈત્ર માહિનામાં ટીટોડીએ મુકા ઈંડા
ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી
નીચી જગ્યાએ ઈંડા મુકવાથી ઓછા વરસાદ
અંકલેશ્વર તાલુકાનાં સુરવાડી ગામની સીમમાં ચૈત્ર માહિનામાં ટીટોડીએ ચાર ઈંડા મૂકતા સારા વરસાદની આગાહી સેવાઇ રહી છે.
લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત થઈને ચોમાસા ના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે. ખરીફ વાવણી માટે ખેડૂતો પણ વારંવાર આકાશ તરફ જોતા હોય છે.ત્યારે અંકલેશ્વરના સુરવાડી ગામની સીમમાં એક ખેતરમાં ટિટોડી પક્ષીએ ચાર ઈંડા મુક્તા વરસાદ વહેલા આવશે તેવા એંધાન વર્તાઇ રહ્યા છે.ટીટોડી પક્ષીના ઇંડા પરથી ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જૂની માનવામાં આવે છે.ટિટોડી ઉંચી જગ્યાએ ઈંડા મુકવાથી સારા વરસાદની આગાહી થાય છે અને નીચી જગ્યાએ ઈંડા મુકવાથી ઓછા વરસાદની આગાહી ખેડૂતો કરતાં હોય છે.ત્યારે આ વર્ષે ખેડૂતો સારા વરસાદની આગાહી સેવાઇ રહી છે.