Satya Tv News

તમિલનાડુમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. પ્રોપર્ટીના વિવાદમાં એક પુત્રએ તેના પિતાને માર મારતા પિતાનું મોત થયું છે. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં આરોપી પુત્ર પિતાના મોઢા પર મુક્કા મારતો જોવા મળે છે. આ મામલો લગભગ 10 દિવસ જૂનો છે પરંતુ પિતાના મૃત્યુ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

https://www.instagram.com/reel/C6Vp9gqA7uv/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

જે વીડિયોમાં જોઈ શકાય છે કે, પુત્ર તેના પિતા પર ઉપરા-છાપરી થપ્પડના ઘા કરી રહ્યો છે. અસમાજિક તત્વની જેમ તેના પિતા પર હુમલો કરે છે અને સતત માર મારે છે. આમ તેના પિતાનું મૃત્યું થઈ જાય છે. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે છે

error: