પંજાબમાં ફરી એક વખત રેલ્વેની ગંભીર બેદરકારી સામે આવી છે. લુધિયાણાના ખન્નામાં પાટા પર દોડતી અર્ચના એક્સપ્રેસનું એન્જિન બોગીથી અલગ થઇ ગયુ હતું અને ત્રણ કિલોમીટર સુધી દોડતું રહ્યું હતું. ટ્રેક પર કામ કરતા કી-મૈનની નજર પડતા તેને બુમો પાડતા ડ્રાઇવરને તેની જાણ થઇ હતી. તે બાદ ડ્રાઇવરે એન્જિન બંધ કર્યું હતું અને એન્જિનને બોગી સાથે જોડ્યું હતું. આ દરમિયાન મોટી દૂર્ઘટના ટળી હતી. મહત્ત્વની વાત છે કે જે ટ્રેક પર ડબ્બા ઉભા હતા, તેના પર તે સમયે કોઇ બીજી ટ્રેન આવી નહતી નહીં તો હજારો મુસાફરોના જીવ જોખમમાં મુકાઇ શકતા હતા. ટ્રેનમાં અઢી હજાર મુસાફર સવાર હતા.મળતી માહિતી અનુસાર, ટ્રેન સંખ્યા 12355/56 અર્ચના એક્સપ્રેસ પટણાથી જમ્મુ જતી હતી. સરહિંદ જંક્શન પર ગાડીનું એન્જિન બદલવામાં આવ્યું હતું, તે બાદ ખન્નામાં એન્જિન ખુલી ગયું હતું અને ત્રણ કિલોમીટર સુધી એકલુ જ દોડતુ રહ્યું હતું. આ દૂર્ઘટના સવારે 9 વાગીને 20 મિનિટ પર બની હતી. ટ્રેક પર કામ કરતા કી-મૈને બુમો પાડતા ડ્રાઇવરને તેની જાણ થઇ હતી.ડ્રાઇવરે એન્જિન બંધ કર્યું હતું. રેલવે અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી છે. ડ્રાઇવર એન્જિન પરત લાવ્યો હતો અને પછી તેને ફરી ટ્રેનની બોગી સાથે જોડ્યું હતું. આ દૂર્ઘટનાથી રેલ્વેના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. કહેવામાં આવે છે કે બોક્સ અને એન્જિન વચ્ચેનો ક્લેપ તૂટી ગયો હતો જેને કારણે એન્જિન ડબ્બાથી અલગ થઇ ગયું હતું. આ પહેલા 25 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનની એક માલગાડી વગર ડ્રાઇવરના પંજાબ તરફ દોડી પડી હતી. ટ્રેન 84 કિલોમીટર સુધી દોડતી રહી હતી.