Satya Tv News

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસકોન્ફરન્સમાં દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું કે, રુપાલાએ આજે માંગેલી માફી રાજકીય છે. રુપાલાને ક્યારે માફ કરવા તે સંકલન સમિતિ નિર્ણય લેશે. મતદારોને ખુશ કરવા માટે રુપાલાએ માફી માગી છે.

રૂપાલા સામેનુ ક્ષત્રિય આંદોલનને હાલ અલ્પવિરામ લગાવ્યું છે. કોઈએ તેને પૂર્ણ વિરામ લગાવ્યું હોવાની માનવાની ભૂલ ના કરવી. રૂપાલાના શબ્દોએ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર ઘા કર્યો છે. ક્ષત્રિયોને હિન્દુત્વ અને રામરાજ્ય બાબતે શિખવાડવાની જરૂર નથી. આંદોલન અંગે સંકલન સમિતિની બેઠક યોજીને નક્કી કરાશે તેમ પણ તેમણે કહ્યું હતું.

error: