મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે
વૃષભ (બ.વ.ઉ.)
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે તેમજ રોજગારી માટે ઉત્તમ તકો મળશે અને મધુર વાણીથી કામ સરળ બનશે
મિથુન (ક.છ.ઘ.)
ધંધાકીય યોજનાઓ બનાવી શકશો અને નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે તેમજ કરેલો પરિશ્રમ ફળદાયી બનશે અને પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે
કર્ક (ડ.હ.)
સરકારી કામમાં લાભ મળશે અને ધંધાકીય કામમાં લાભ થશે તેમજ કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું અને નાના પ્રવાસના યોગો બને
સિંહ (મ.ટ.)
આર્થિક પાસુ મજબૂત બનશે અને ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે તેમજ લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું અને ખાવાપીવામાં કાળજી રાખવી
કન્યા (પ.ઠ.ણ.)
પરિવારજનોનો સહયોગ મળશે અને યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે તેમજ અવિવાહિતને સારા સમાચાર મળશે, જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે
તુલા (ર.ત.)
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે અને નોકરીયાતને કામમાં નવીન તકો મળે તેમજ પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું અને કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા
વૃશ્ચિક (ન.ય.)
પરદેશના કામકાજમાં લાભ થશે અને નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે તેમજ પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે, વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
જૂની ઉઘરાણીમાં લાભ થશે અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને વાહન ચલાવવામાં કાળજી રાખવી તેમજ સહકર્મચારીનો સહયોગ મળશે
મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે તેમજ આવકના નવા દ્વાર ખુલશે અને કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી, મુશ્કેલીમાંથી માર્ગ મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે અને સારા સમાચારથી ખુશીમાં વધારો થશે તેમજ કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે, તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું
મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેમજ માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે અને નોકરીમાં મહેનતનું ફળ મળશે