HSC માં પ્રથમ ક્રમે શેરખાં ફરજાના એ ૮૮.૮૬ % અને SSC માં પટેલ સુહાના એ ૯૧.૫૦ % મેળવ્યા
આમોદ નું કોલવણા ગામ એ શિક્ષિત ગામ તરીકે જાણીતુ છે.ગામના લોકોએ પોતાના બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એ માટે વર્ષો પહેલા થી ભરૂચ તરફ પ્રયાણ શરૂ કર્યું હતુ.કોલવણા ગામમાં ધી સાર્વજનિક હાઇસ્કૂલ (ઉ.બુ),કોલવણા માં ધોરણ ૧૨ સુધી ગામ તેમજ આસપાસ ના ચાર જેટલા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે.ગામ માં શિક્ષણ પ્રત્યે ની જાગૃતિ અને રૂચી ને કારણે અનેક લોકો ભણી ગણી ને પોતાના જીવન ને સક્ષમ બનાવી શકયા છે.જે કોલવણા ગામની એક સિદ્ધિ લેખી શકાય.ચાલુ વર્ષે ધોરણ ૧૨ માં ૯૫.૮૩% જેટલુ ઊંચુ પરિણામ આવતા ટ્રસ્ટી ગણ અને શિક્ષક ગણ માં ખુશહાલી વ્યાપી જવા પામી હતી.જેમાં પ્રથમ ક્રમે શેરખાં ફરજાના ઉસ્માન ૮૮.૮૬%,બીજા ક્રમે પટેલ મોહંમદઝકરિયા અબ્દુલસમદ ૮૮.૪૩% અને ત્રીજા ક્રમે પટેલ નાજનીનબાનું મહમદ આરીફ ૮૪.૧૧% મેળવી શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું હતુ.
જ્યારે ધોરણ ૧૦ માં પણ ૯૫.૧૨% જેટલુ ઊંચું પરિણામ આવતા છાત્રો ઝૂમી ઉઠ્યા હતા.સખત પરિશ્રમ ના અંતે પ્રથમ ક્રમે પટેલ સુહાના સલીમ ૯૧.૫૦%,બીજા ક્રમે-પટેલ આફરીન મુસ્તાક ૯૦.૬૬% તેમજ ત્રીજા ક્રમે પટેલ મઆઝ સલીમ ૮૬.૮૩% ની સિદ્ધિ મેળવવામાં સફળતા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુહાના સલીમ એ શાળા નો રેકોર્ડ બ્રેક આટલા વર્ષો માં સૌથી વધુ ટકા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની બની છે.HSC અને SSC માં અગ્ર નંબર લાવનાર તેમજ પાસ થનારા તમામ વિદ્યર્થીઓ ને ટ્રસ્ટી ગણ,આચાર્ય,શિક્ષક ગણ અને વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા.અને સૌ શિક્ષણ માં આગળ જઈ કાઠું કાઢે એ માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.